લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ચારધામ યાત્રામા અત્યારસુધીમા 203 યાત્રાળુઓના મોત થયા

ઉત્તરાખંડ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 3 મેએ શરૂ થયેલી ચારધામયાત્રામાં સામેલ 203 યાત્રાળુઓના યાત્રા શરૂ થઇ ત્યારથી લઇને અત્યારસુધી મોત નિપજ્યા છે.જેમા હદયરોગના હુમલાને કારણે વધુ યાત્રાળુઓ માર્યા ગયા છે.આમ છેલ્લા બે મહિનાની અંદર જે 203 યાત્રાળુઓ માર્યા ગયા છે તેમાં કેદારનાથ યાત્રા રૂટ સાથે સંકળાયેલા 97 યાત્રાળુઓનો સમાવેશ થાય છે,જ્યારે 51 યાત્રાળુઓ બદ્રીનાથ ધામ અને 13 યાત્રાળુઓ ગંગોત્રી જ્યારે 42 યાત્રાળુઓ યમુનોત્રી રૂટ પર જઇ રહ્યા હતા ત્યારે મોતને ભેટયા હતા.આમ જે વિસ્તારમાં યાત્રાળુઓ આવી રહ્યા છે ત્યાં રાહત કેમ્પો અને મેડિકલ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી રહી છે.