લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રા તેમજ ઈલેક્શન કમિશ્નરને કોરોના થયો

દેશમાં કોરોનાના કેસો ખૂબ વધી રહ્યા છે.ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રા અને ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમાર પણ તેની જપેટમાં આવી ગયા છે.આમ ચૂંટણી પંચના ટોચના અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.આમ સુનીલ અરોડાની વિદાય બાદ સુશીલ ચંદ્રાને મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે.આમ દેશમાં કોરોનાનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,170 નવા કેસો સામે આવતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1,53,21,089 થઈ ગઈ છે,જ્યારે મૃતક આંક 1,80,530 થયો છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ તેમજ એક્સપટસ સાથે બેઠક કર્યા બાદ આગામી 1લી મેથી વેક્સિનેશનનો ચોથો તબક્કો શરૂ થશે જેમાં 18 વર્ષ કરતા વધારે ઉંમરના તમામ લોકો વેક્સિન લઈ શકશે તેવું કહ્યું છે.