લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બાળકો માટે સીરમની કોવોવેકસ વેકસીનને લીલીઝંડી અપાઇ

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સીરમ ઈન્સ્ટીટયુટની કોરોના વેકસીન કોવોવેકસીને કેટલીક શરતો સાથે 7 થી 11 વર્ષના બાળકોને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજુરી આપી છે. આ પહેલા સબ્જેકટ એકસપર્ટ કમીટીએ 7 થી 11 વર્ષની વયના વર્ગ માટે કોવોવેકસને ઈમર્જન્સી ઉપયોગ કરવા માટે ભલામણ કરી હતી.આમ આ અંગે સીરમ ઈન્સ્ટીટયુટે 16 માર્ચે આવેદન કરેલુ આ સિવાય ગત મહિને એકસપર્ટ કમીટીએ કંપની પાસેથી કેટલાક ડેટા માંગ્યા હતા.ત્યારે શરૂઆતમાં સીરમે 2 થી 7 વર્ષના બાળકો માટે કોવોવેકસ વેકસીનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજુરી માંગી હતી પણ વિશેષજ્ઞ સમીતીએ 7 થી 11 વર્ષના બાળકોને આ વેકસીન આપવાની મંજુરી આપી છે.