ભારત અને અમેરિકા સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ચીને તેના સંરક્ષણ બજેટમાં 6.8 ટકાનો તોતીંગ વધારો કરતાં કુલ 209 અબજ ડોલરના નવા બજેટને ચીને મંજૂરી આપી છે.આમ ચીનના વડાપ્રધાન લી કેકીયાંગે દેશની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસ સમક્ષ બજેટ રજૂ કર્યુ હતું. સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારીમાં ફસાયુ છે અને અનેક દેશો માટે વેકસીનના નાણા પણ એક સમસ્યા બની છે ત્યારે દુનિયામાં સૌપ્રથમ કોરોનાનો ભોગ બન્યા બાદ સંક્રમણથી મુકત થયેલા ચીને ફરી એકવખત તેની રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા નિર્ણય લીધો છે.આમ ચીનના રાષ્ટ્રીય પ્રવકતાએ જાહેર કર્યુ છે કે અમારી સંરક્ષણ તૈયારી કોઇ દેશ માટે ખતરો નથી,પરંતુ મજબૂત આર્થિક વિકાસ માટે સંરક્ષણ શકિત પણ જરૂરી છે અને ચીન તે યથાવત રાખશે.આમ ચીને ગત વર્ષે 196.44 બિલીયન ડોલરનું સંરક્ષણ બજેટ રજૂ કર્યુ હતું.પરંતુ આ વર્ષે ફરી એકવાર તેમાં વધારો કરવામાં આવ્યો છે અને સતત 6ઠ્ઠા વર્ષે ચીને પોતાનું બજેટ વધાર્યુ છે.આમ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ચીન તેની સરહદીય અને સમુદ્ર,હવાઇ તાકાતમાં વધારો કરી રહ્યું છે.આમ અમેરીકાએ વર્ષ 2021માં 740.5 બિલીયન ડોલરનું સંરક્ષણ બજેટ મંજૂર કર્યુ છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved