લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીન જુલાઈ સુધી અરૂણાચલ પ્રદેશની સરહદ સુધી બુલેટ ટ્રેન દોડાવશે

ચીન આ વર્ષે જુલાઈ પહેલાં અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સરહદ નજીક તિબેટમાં બુલેટ ટ્રેન દોડાવશે.તિબેટના લ્હાસા અને ભારતના અરૂણાચલ પ્રદેશની સરહદ નજીક નિંગચી વચ્ચે તિબેટની પહેલી હાઈસ્પીડ ટ્રેન સર્વિસ શરૂ કરશે.આમ ૪૩૫ કિ.મી લાંબા રેલવે માર્ગ પર ઈન્ટરનલ કમ્બશન અને વીજળીથી ચાલતી હાઈ-સ્પીડ ફક્સિંગ ટ્રેન દોડાવવામાં આવશે.જે પ્રાંતિય પાટનગર લ્હાસા અને પૂર્વીય તિબેટના નિંગચી વચ્ચે રેલવે લાઈનનું નિર્માણ વર્ષ ૨૦૧૪માં શરૂ થઈ ગયું હતું.આમ તિબેટનમાં સૌપ્રથમ રેલમાર્ગ હશે,જ્યાં વીજળીથી ચાલતી ટ્રેન દોડશે અને આ માર્ગ પર જૂન ૨૦૨૧માં ટ્રેન સેવા શરૂ થઈ જશે.ચીન વર્ષ ૨૦૨૫ સુધીમાં હાઈ-સ્પીડ ટ્રેનનું નેટવર્ક સમગ્ર દેશમાં ૫૦,૦૦૦ કિ.મી સુધી કરવાનું છે.હાઈસ્પીડ ટ્રેનનું નેટવર્ક વર્ષ ૨૦૨૦ સુધીમાં ૩૭,૯૦૦ કિ.મી સુધી થઈ ગયું છે.આમ હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક ૯૮ ટકા શહેરોને આવરી લેશે.ચીન ખૂબ જ ઝડપથી દેશના દક્ષિણ-પૂર્વ તિબેટના સ્વાયત્ત પ્રદેશમાં ટ્રેન નેટવર્ક વધારી રહ્યું છે અને તે ચીનના મેઈનલેન્ડ સાથે અંતરિયાળ વિસ્તારોને જોડી રહ્યું છે.ચીને તેની ૧૪મી પંચવર્ષીય યોજનામાં તિબેટને દક્ષિણ એશિયા સાથે જોડવા ‘પેસેજ વે’ બનાવવાની પણ યોજના બનાવી છે.આમ ચીનના પ્રવાસ સમયે ઓલીએ તિબેટથી નેપાળ સુધી રેલવે નેટવર્ક બનાવવાની યોજનાની રજૂ કરી હતી.