લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનના સમગ્ર શહેરને ત્રણ દિવસમાં કોરોના રસી અપાશે

દુનિયાના અન્ય દેશોની જેમ ચીનમાં પણ લોકોને કોરોનાની રસી આપવાનું અભિયાન ચાલી રહ્યુ છે.જેમાં ચીને પોતાના સરહદી વિસ્તારમાં આવેલા રૂઈલી નામના શહેરના તમામ નાગરિકોને 5 દિવસમાં કોરોનાની રસી આપી દેવાનુ નક્કી કર્યુ છે.જે શહેરની વસતી ત્રણ લાખની છે.જ્યાં શુક્રવારથી અભિયાનની શરૂઆત થઈ છે.

આમ ચીનના રૂઈલી શહેરમાં રસીકરણ માટે આટલી ઝડપ કરવાનુ કારણ એ છે કે મંગળવારે આ વિસ્તારમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા હતા.જેના પગલે સરકાર સતર્ક બની ગઈ હતી અને આખરે સમગ્ર શહેરના તમામ નાગરિકોને રસી મુકવાનુ લક્ષ્ય નક્કી કરાયુ હતુ.જે શહેર મ્યાનમારની સરહદને અડીને આવેલુ છે.જેમાં સંક્રમિત થનારા લોકોમાં 4 મ્યાનમારના નાગરિકો પણ છે.

જેમાં રસીકરણના પ્રથમ દિવસે શહેરની અડધી વસ્તીને રસી મુકવામાં આવશે.તેમજ લોકોને ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે અને બીનજરૂરી દુકાનો બંધ કરાવી દેવાઈ છે.તેમજ મ્યાનમારમાંથી નાગરિકો આ શહેરમા ન આવે તે માટે તંત્રને સતર્ક રહેવાનો આદેશ અપાયો છે.