લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનના ચક્રાવાતમાં વુહાન અને સુઝોઉમા 12 લોકોનાં મોત થયા,જ્યારે 300 લોકો ઘાયલ થયા

ચીનમાં ચક્રાવાતે બે શહેરોમાં હાહાકાર મકહવ્યો છે.જેમાં વુહાન અને સુઝોઉમાં ત્રાટકેલાં તોફાને 12 લોકોનો જીવ લીધો છે જ્યારે ૩૦૦ લોકો ઘાયલ થયા છે.જેમાં અસંખ્ય મકાનો તૂટી ગયા છે અને હજારો ઘરોમાં અંધારપટ્ટ છવાઈ ગયો છે.જ્યારે સુઝોઉમાં તોફાની પવન ત્રાટકતાં 17 ફેક્ટરીઓમાં ભારે વિનાશ વેરાયો હતો.આ સિવાય 84 મકાનો તૂટી ગયા હતા ઘણાં વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ તો અસંખ્ય વૃક્ષો ધરાશાઈ થઈ ગયા હતા.આમ શહેરમાં તોફાનનું જોર ઓછું થયા પછી સ્થાનિકતંત્રે વીજળીની ફરિયાદો નિવારવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા.તેમજ ઠેર-ઠેર પડી ગયેલા વૃક્ષોને ઉપાડીને રસ્તા શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.