કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ત્યારે તેઓએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવધાની રાખવા વિનંતી કરી હતી.આમ કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ તાજેતરમા પશ્ચિમ બંગાળની પોતાની તમામ સભાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.આમ રાહુલ ગાંધીએ બંગાળમાં માત્ર 2 રેલીઓ જ સંબોધિત કરી હતી.ત્યારબાદ તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.
આમ દેશના પૂર્વ વડાપ્રધાન તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહનસિંહ પણ કોરોનાની જપેટમાં આવ્યા છે.તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને એઈમ્સના ડોક્ટર્સ તેમનું મોનિટરિંગ કરી રહ્યા છે.આ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા પણ થોડાદિવસ અગાઉ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved