લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાના 1 કે 2 કેસ નોંધાતા હવે કાર્યાલયો બંધ નહીં થાય,ગૃહમંત્રાલયની નવી ગાઈડલાઇન જાહેર

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કાર્યાલયોમાં કોરોના વાઈરસના સંક્રમણનો પ્રસાર રોકવાને લઈને નવી માનક સંચાલન પ્રક્રિયા (SOP) જાહેર કરી છે.જેમાં જો કાર્યાલયોમાં સંક્રમણના માત્ર એક કે બે કેસ જ સામે આવે તો જે વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં કોરોના સંક્રમિતની ગતિવિધિઓ રહી હોય તેટલા ભાગને જ સેનિટાઈઝ કરવાની જરૂર પડશે.

આમ તે વિસ્તારને સેનિટાઈઝેશન કર્યા બાદ કાર્ય શરૂ કરી શકાશે.પરંતુ જો કાર્યસ્થળ પર કોરોનાના અનેક કેસ સામે આવે તો સંપૂર્ણ ઈમારત કે બ્લોકને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા કરવી પડશે અને ત્યારબાદ જ કાર્ય પુન:શરૂ કરી શકાશે.આમ આ સિવાય પ્રતિબંધિત ઝોનમાં રહેતા અધિકારીઓ અને કર્મચારીઓએ આ અંગે પોતાના વરિષ્ઠ અધિકારીને જાણ કરવી પડશે અને જ્યાં સુધી તેમનો વિસ્તાર પ્રતિબંધિત ઝોનની શ્રેણીમાંથી બહાર ન આવી જાય ત્યાં સુધી કાર્યાલય પર ન આવવું જોઈએ સાથે જ આવા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી મળવી જોઈએ.

આમ આ ઉપરાંત પ્રતિબંધિત વિસ્તારોમાં આવતા કાર્યાલયો બંધ જ રહેશે. તેના સિવાય માત્ર લક્ષણો ન ધરાવતા કર્મચારીઓ અને આંગતુકોને જ કાર્યાલયમાં પ્રવેશની અનુમતિ આપવી જોઈએ.