લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં કોરોનાથી એક દિવસમાં 2020 લોકોના મોત થયા,2.94 લાખ લોકો સંક્રમિત થયા

કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે.ત્યારે દરરોજ મૃત્યુનો નવો રેકોર્ડ બની રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 2020 દર્દીઓના મોત થયા હતા.જે વર્ષે મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યારસુધીનો સૌથી વધુ દૈનિક મૃતકઆંક છે.આ સિવાય દેશમા પ્રથમવાર એક દિવસમાં 2,000થી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.છેલ્લા 24 કલાકમાં નવા 2,94,115 સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.જ્યારે દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ ગઈ છે.આમ કોરોના સંક્રમિતોના સાજા થવાનો દર પણ સતત ઘટી રહ્યો છે.જે માત્ર 85 ટકા સુધી પહોંચ્યો છે.