લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોના સામે નાકથી અપાતા સ્પ્રેની ટ્રાયલ શરૂ કરાઇ

ટુંક સમયમાં નાકથી આપી શકાય તેવી કોરોના વેકસીનને સ્પ્રે તરીકે તૈયાર કરવામાં આવશે.જેનું ટ્રાયલ શરૂ થઇ રહયુ છે અને આ પ્રકારનો નાકનો સ્પ્રે સીધો ફેફસા ઉપર અસર કરતો હોવાથી તેની અસરકારકતા પણ વધશે તેવું માનવામાં આવે છે.ભારતમાં કોવીશીલ્ડ વેકસીનના નિર્માણમાં મહત્વની ભાગીદારી ધરાવતી અમેરીકી કંપની એસ્ટ્રાજેનેકા અને બ્રિટનની ઓકસફર્ડ યુનિ. દ્વારા આગામી 4 માસમાં નાકનો સ્પ્રે તૈયાર કરીને કોરોના સામે તેનો ઉપયોગ કરી શકાય તે દિશામાં આગળ વધી રહી છે.જેને નેસલ સ્પ્રે તરીકે ઓળખવામાં આવશે.જે કોરોના સામેની કામગીરીમાં મહત્વની ભૂમીકા ભજવશે.પરંતુ વર્તમાન સમયમાં 30 વ્યસ્ક વ્યકિતઓ પર તેનો પ્રયોગ શરૂ કરવામાં આવી રહયો છે. અને 4 માસ સુધી આ પ્રકારની નેસલ સ્પ્રેની અસર જોવામાં આવશે.ત્યારબાદ તેના કોર્મશિયલ ઉપયોગ અંગે નિર્ણય લેવામાં આવશે.આમ 30 લોકોના પ્રયોગ બાદ વધુ લોકો પર પણ તેની આડઅસર ચકાસવામાં આવશે.આમ બાળકોને ફલુ સામે નેસલ સ્પ્રે આપવામાં આવે છે.જે સ્પ્રે સીધો ફેફસા ઉપર અસર કરતો હોવાથી સંક્રમણની સ્થિતીમાં પણ મહત્વનો ઘટાડો કરી શકશે.