લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાના વધતાં કેસો વચ્ચે ભારતમાં ત્રીજી વેક્સીનને મંજૂરી મળશે

દેશમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે વેક્સીનની અછતની બૂમો પડી રહી છે.ત્યારે કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે આગામી 10 દિવસની અંદર ભારતમાં ત્રીજી કોરોના રસીને મંજૂરી આપવામાં આવશે.જેમાં તેમણે વધુમાં કહ્યુ હતુ કે,રસી બનાવનાર ફાઈઝર કંપનીએ અરજી આપી હતી પણ જ્યારે ભારતમાં ટ્રાયલ કરવાની વાત આવી ત્યારે તેમણે અરજી પાછી ખેંચી લીધી હતી.જ્યારે રસી બનાવનાર બીજી કંપની મોડર્નાએ તો ક્યારેય કોઈ આવેદનપત્ર આપ્યુ જ નથી.આ સિવાય તેમણે રશિયન રસી સ્પુતનિક અંગે કહ્યુ હતુ કે,આ રસી માટે અમારી પાસે અરજી આવેલી છે.ત્યારે 10 દિવસની અંદર તેના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવશે.

આમ કોરોનાની 6 વેક્સીનની વર્તમાન સમયમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે અને 14 વેક્સીન પ્રી-ક્લિનિકલ ટ્રાયલ મોડમાં છે.અમારી પાસે હાલમાં જે 2 વેક્સીન ચલણમાં છે.જેના 10 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.