Error: Server configuration issue
દેશમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે કુંભમેળામાં શાહીસ્નાન યોજાયું હતું.જેમાં સોમવતી અમાસના આ શાહીસ્નામાં દેશભરમાંથી 35 લાખ જેટલાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હોવાનો અંદાજ છે.ત્યારે દર ૧૨ વર્ષે આવતા કુંભમેળામાં સોમવતી અમાસના શાહીસ્નાનનું ખૂબ ધાર્મિક મહત્વ હોય છે.ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ઉત્તરાખંડની સરકારે સરહદોએ કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા કરી હતી.જેમાં જે લોકોનો રીપોર્ટ નેગેટિવ આવે તેને જ હરિદ્વાર સુધી જવા દેવામાં આવતા હતા અને તેને જ ગંગામાં ડૂબકી લગાવવાની પરવાનગી આપવામા આવી હતી.આમ શાહીસ્નાન વખતે વિવિધ અખાડાએ શોભાયાત્રા પણ કાઢી હતી.આમ વહેલી સવારથી અલગ-અલગ ઘાટે શાહીસ્નાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.આમ કુંભમેળામાં ૨૦,૦૦૦ જેટલા પોલીસ જવાનોને તૈનાત કરાયા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved