લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાના વધતાં કેસથી સમગ્ર યુ.પીમાં વીકેન્ડ લોકડાઉન જાહેર કરાયું,જરૂરી સેવાઓને છૂટ અપાઈ

કોરોના વાયરસના સંકટ વચ્ચે ઉત્તરપ્રદેશમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.જેમાં સંપૂર્ણ પ્રદેશમાં શનિવાર તેમજ રવિવારે લોકડાઉન રહેશે.આ ઉપરાંત જે જિલ્લાઓમાં 500થી વધારે એક્ટિવ કેસ છે ત્યાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવશે.આમ વીકેન્ડ લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશમાં કારણ વગર બહાર નીકળવા પર મનાઈ રહેશે.તેમજ જરૂરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને બહાર નીકળવાની છૂટ આપવામાં આવશે.આ સિવાય કોરોના વેક્સિનેશન તેમજ મેડિકલ ક્ષેત્રના લોકોને જ છૂટ આપવામાં આવશે.

ઉત્તરપ્રદેશ સરકારે ગયા રવિવારે પ્રદેશના અનેક જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કર્યું હતું.ત્યારબાદ હવે સમગ્ર પ્રદેશમાં શનિવારે અને રવિવારે લોકડાઉન રહેશે.આ સાથે પર્વો અને તહેવારો ઘરે રહીને ઉજવવા,સાર્વજનિક સ્થળે ભીડ ન કરવા અને બહાર નીકળે તો માસ્ક પહેરવા જણાવ્યું છે.આમ અલાહાબાદ હાઈકોર્ટે થોડા દિવસ પહેલા રાજ્યના 5 શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્દેશ આપ્યો હતો.