લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / કોરોના મહામારીમાં દુનિયાના ટોચના દેશોનુ સૈન્ય બજેટ 146 અબજ ડોલર વધ્યુ

સમગ્ર દુનિયામાં કોરોના મહામારી વચ્ચે પણ વિવિધ દેશોમાં હથિયારો તેમજ સૈન્ય શક્તિ મજબૂત કરવાની હોડ જામેલી છે.જેના પગલે દુનિયાના વિવિધ દેશોના સૈન્ય બજેટ પાછળના ખર્ચમાં એક વર્ષમા 150 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.આમ વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2020માં સૈન્ય ખર્ચમાં 2.6 ટકાનો વધારો થયો છે.આમ વર્ષ 2020માં સૈન્ય પાછળ સૌથી વધારે ખર્ચ કરનારા પાંચ દેશોમાં અમેરિકા, ચીન,ભારત,રશિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે.જેમણે સૈન્ય પાછળ 146 અબજ ડોલર એક વર્ષમાં વાપર્યા છે.આ સિવાય ચીને તો સતત 26મા વર્ષે પોતાનો સૈન્ય ખર્ચ વધાર્યો છે.અમેરિકાનું સૈન્ય બજેટ 778 અબજ ડોલર,ચીનનું સૈન્ય બજેટ 252 અબજ ડોલર,ભારતનુ સૈન્ય બજેટ 72.9 અબજ ડોલર,રશિયાનું સૈન્ય બજેટ 61.7 અબજ ડોલર જ્યારે બ્રિટેનનું સૈન્ય બજેટ 59.2 અબજ ડોલર જેટલું છે.