કોરોના વાઇરસને કારણે દુકાન અને રેસ્ટોરન્ટ્સ બંધ થવાથી તેમજ ટ્રાવેલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર પ્રતિકૂળ અસરને કારણે બ્રિટનના અર્થતંત્રમાં ચાલુ વર્ષે છેલ્લા ૩૦૦ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.આમ બ્રિટનના અર્થતંત્રમાં ગયા વર્ષ ૯.૯ ટકાનું સંકોચન થયું હતું.જે વર્ષ ૨૦૦૯માં વૈશ્વિક નાણાકીય કટોકટીના આંકડા કરતાં બમણું છે.
આમ બ્રિટનના અર્થતંત્રમાં વર્ષ ૧૭૦૯ પછીનો સૌથી મોટો ઘટાડો છે.આમ કોવિડ-૧૯ના નિયંત્રણોને કારણે અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે.આમ ઇંગ્લેન્ડે લાગુ કરેલા ત્રીજા લોકડાઉનને કારણે ચોથા ક્વાર્ટરની વૃદ્ધિમાં પ્રત્યાઘાતી ઉછાળાનો અંદાજ મંદ પડ્યો છે તેમજ ત્રીજા લોકડાઉનમાં શાળાઓ, રેસ્ટોરન્ટ્સ અને બિનજરૂરી ચીજોનું વેચાણ કરતી દુકાનોને ડિસેમ્બરના મધ્ય ભાગ સુધીમાં બંધ રાખવામાં આવી હતી.આમ ઉત્તર આયર્લેન્ડ,સ્કોટલેન્ડ અને વેલ્સમાં પણ કડક નિયંત્રણ લાગુ કરાયા હતા.
આમ કોવિડ-૧૯ મહામારીને કારણે બ્રિટનના અર્થતંત્રને અન્ય તમામ ઔદ્યોગિક લોકશાહી દેશોની તુલનામાં વધુ ગંભીર અસર થવા પામી છે.આમ ફ્રાન્સનો જીડીપી ગયા વર્ષે ૮.૩ ટકા,જર્મનીનો ૫ ટકા,અમેરિકાનો જીડીપી ૩.૫ ટકા ઘટ્યો હતો.આમ બ્રિટનના અર્થતંત્રમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો ૮૦ ટકા છે જે ગયા વર્ષે ૮.૯ ટકા ઘટાડો નોંધાયો હતો.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved