લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાને લઈ વડાપ્રધાન મોદી તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે વડાપ્રધાન મોદી ગુરૂવાર સાંજે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.જે બેઠકમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અંગે ચર્ચા થશે.આમ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસમાં ભારે ઉછાળો આવ્યો છે.ત્યારે અનેક રાજ્યોની સ્થિતિ ગંભીર છે.ત્યારે કોરોનાની સ્થિતિને જોતાં અનેક રાજ્યોએ નાઈટ કર્ફ્યુ લાગુ કર્યું છે.આમ વડાપ્રધાન મોદી સાથેની મુખ્યમંત્રીઓની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામેલ નહીં થાય.આમ આ બેઠકમાં મમતા બેનર્જીના બદલે રાજ્યના મુખ્ય સચિવ વડાપ્રધાન સાથેની બેઠકમાં સામેલ થશે.આમ દેશના મહારાષ્ટ્ર,છત્તીસગઢ,દિલ્હી,ગુજરાત,હરિયાણા,હિમાચલ પ્રદેશ,ઝારખંડ,કર્ણાટક,મધ્યપ્રદેશ,પંજાબ અને રાજસ્થાનમાં કોરોનાના સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.