કોરોનાકાળને કારણે રેલ્વેની કમાણીને ફટકો પડયો છે.આમ વર્ષ 2020માં રેલવેની આવકમાં 36,993 કરોડનો ઘટાડો થયાનું રેલ્વેપ્રધાને જાહેર કર્યુ હતું.આમ કોરોના મહામારી તથા લોકડાઉન અને સમયસર ટ્રેનો શરૂ થઈ ન શકવાના કારણોસર આવકમાં ગાબડુ પડયું છે.આમ ડીસેમ્બર 2020 સુધીમાં ટ્રાફીક આવકમાં 36,993.82 કરોડની પ્રવાસી આવક જ ઘટી હતી.આમ કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે લોકોની બીનજરૂરી હેરફેર ટાળવા માટે રેલ્વેએ હજુ સમયસર ટ્રેનો ચાલુ કરી નથી.આમ રાજયો તથા સંબંધીત વર્ગોના સૂચનો તેમજ ભલામણોના આધારે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
આમ કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના પરિવારની પ્રક્રિયા તબક્કાવાર ચાલુ કરાઇ છે.આમ આગામી 1 માર્ચથી અગાઉ જેવો જ રેલ વ્યવહાર પૂર્વવત થઇ જશે તેવી ગણતરી છે.જેમાં વર્તમાન સમયમાં જે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવે છે તેમાં પૂરતા મુસાફરો હજુ ઉપલબ્ધ નથી.પરંતુ જો નિયમીત રીતે આંતરીક મુસાફરીની ટ્રેનો દોડવા માંડે તો અપડાઉન સહિતના મુસાફરો વધશે.આ ઉપરાંત 1 માર્ચથી મુંબઇની પરાની ટ્રેનો શરૂ થઇ ગઇ છે અને તેમાં પણ તબક્કાવાર ટ્રાફીક વધશે.જેના કારણે આગામી 6 મહિનામાં રેલવે તેની ગુમાવેલી આવક સરભર કરી શકે છે.આમ કેન્દ્રીય બજેટમાં રેલવેને મોટો બજેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે અને તેથી રેલવેની યોજનાને અસર થશે નહી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved