કોરોનાને કારણે ભયનું વાતાવરણ ફેલાયેલું છે ત્યારે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે.જેને બહુ મહત્ત્વનું કામ હોય તે લોકો જ બહાર નીકળે છે.આમ લોકડાઉનને કારણે વર્તમાન સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ છે.ત્યારે આવી સ્થિતિમાં પોતાની ગાડી હોય તો તે ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા રહે છે.આમ આવા સમયમા ઓછા બજેટના કારણે લોકો નવી ગાડી નથી લઈ શકતા એટલે લોકો સેકન્ડ હેન્ડ કાર લેવાને બેસ્ટ ઓપ્શન તરીકે ગણે છે.આમ ભારતમાં સેકન્ડ હેન્ડ કારના વેચાણમા સતત વધારો થઈ રહ્યો છે.ભારતમાં વર્ષ 2019માં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ આ મહિનાની તુલનામાં ડિસેમ્બર 2020 કરતા વધુ છે જેમા 50% જેટલો વધારો થયો છે.આમ સેકન્ડ હેન્ડ કારમાં પણ લોકો બ્રાંડેડ કંપની તરફ જઈ રહ્યા છે.જેમાં લોકો મારૂતિ સુઝુકી,મહિન્દ્રા અને મહિન્દ્રા,ટાટા મોટર્સ અને ટોયોટાની ગાડીઓ ખરીદી રહ્યા છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved