વર્તમાન સમયમાં દેશભરમાં કોરોના વાઇરસની રસી આપવામાં આવી રહી છે.આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોને ફેબુ્આરી મહિનાના પહેલા સપ્તાહથી ફ્રન્ટલાઇન વર્કરને કોરોના રસી આપવાનું શરૂ કરવાના આદેશ આપ્યા છે.ત્યારે બીજીતરફ કોરોનાના એક્ટિવ કેસો ઘટીને હવે 1.71 લાખ પર આવી ગયા છે.જેમાં 5.50 ટકાનો ઘટાડો થયો છે.
કોરોના વાઇરસના જેટલા પણ ઇન્ફેક્શન લાગેલા દર્દીઓ છે તેમાં એક્ટિવ માત્ર 1.71 લાખ એટલે કે 1.60 ટકા છે,જ્યારે બાકીના અન્ય દર્દીઓને સાજા કરી લેવામાં આવ્યા છે.દેશભરમાં અત્યારસુધીમાં 19.5 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યો છે.જ્યારે ગુરૂવારે 7.42 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આમ અત્યારસુધી 31 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.ત્યારે હવે ફ્રન્ટલાઇન હેલ્થવર્કરને રસી આપવાનું શરૂ કરાશે જેથી આંકડો ઝડપથી વધી શકે છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved