લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોના રસીકરણને વધુ ઝડપી બનાવવા વધુ ત્રણ કંપનીઓની રસીને મંજૂરી આપવામાં આવશે

દેશમાં કોરોનાના વધતાં સંક્રમણને અટકાવવા તેમજ રસીકરણ અભિયાનને વધુ વેગ આપવા માટે આગામી એકાદ મહિનામાં અમેરિકાની ત્રણ કંપનીઓ ફાઈઝર,જોન્સન એન્ડ જોન્સન તેમજ મોડર્નાની રસીને પણ સરકાર મંજૂરી આપી શકે છે.જે પૈકીની જોન્સન એન્ડ જોન્સનની રસીને પ્રથમ મંજૂરી મળે તેવી શક્યતાઓ છે.આમ આ અગાઉ ફાઈઝરે મંજૂરી માટે આવી રહેલા વિઘ્નોથી કંટાળીને પોતાની અરજી પાછી ખેંચી હતી. જોકે ફાઈઝર પાસે વેક્સીન પ્રોડક્શનની વધુ ક્ષમતા ન હોવાથી ફાઈઝરની રસી માટે વાર લાગી શકે છે.ત્યારે બીજીતરફ જોન્સન એન્ડ જોન્સન દ્વારા સરકાર સાથે રસીને બજારમાં મુકવા માટે પ્રાથમિક તબક્કાની વાટાઘાટો થઈ ચુકી છે.જ્યારે મોડર્નાની વેક્સીન માટે વર્તમાન સમયમાં વાતચીત ચાલી રહી છે.

આમ ભારતમાં હાલમાં બે રસી ઉપયોગમાં છે અને ત્રીજી રશિયન રસી સ્પુતનિકને સરકારે મંજૂરી આપી દીધી હોવાથી તે જલ્દી બજારમાં મળશે.