લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોના- દેશમાં સતત બીજા દિવસે 18 હજારથી વધુ કેસ નોધાયા,100 દર્દીઓના મોત

ભારતના અનેક રાજ્યો ફરીવાર કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 18,711 નવા કેસો સામે આવ્યા છે.જેમા 100 દર્દીઓના મોત નીપજ્યા હતા.આ દરમિયાન 14,392 દર્દીઓ સ્વસ્થ થયા હતા.આમ સતત બીજો દિવસ છે જ્યાં દેશભરમાં દૈનિક નવા કેસનો આંકડો 18 હજારથી વધુ સામે આવ્યો હોય.આમ દેશમાં અત્યારસુધી કુલ 1.12 કરોડથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે,જ્યારે કુલ 1.57 લાખથી વધુનો મૃત્યુઆંક છે.અત્યારસુધી સમગ્ર દેશમાં 1.08 કરોડ લોકો કોરોના સંક્રમણ સામે સ્વસ્થ થઇ ચૂક્યા હતા.ત્યારે ભારતમાં રિકવરી રેટ 96.95 ટકા અને મૃત્યુદર 1.41 ટકા હતું.

આમ દેશના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વિતેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણથી મોતનો આંકડો નહિવત હતો.આ રાજ્યોમાં રાજસ્થાન,ઉત્તરપ્રદેશ,ચંદીગઢ,ઉત્તરાખંડ,ગોવા,ઓડિશા,હિમાચલપ્રદેશ,ઝારખંડ,સિક્કિમ,લક્ષદ્વીપ,લદાખ,મણિપુર,મેઘાલય,નાગાલેન્ડ, દિવ અને દમન,દાદરા નગર હવેલી,ત્રિપુરા,મિઝોરમ,અરુણાચલ પ્રદેશ સામેલ છે.જ્યારે મહારાષ્ટ્ર,કેરળ,પંજાબ,કર્ણાટક,ગુજરાત અને તામિલનાડુ એવા રાજ્યો છે જ્યાં કોરોના સંક્રમણના નવા કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો હતો.મહારાષ્ટ્રમાં સૌથી વધુ 94 હજારથી વધુ કેસ છે,ત્યારે કેરળમા 2791 નવા કેસ સામે આવ્યા હતા.