લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ કેસ નોધાયા,800થી વધુના મોત થયા

કોરોના સમગ્ર દેશને વધુને વધુ ભરડામાં લઈ રહ્યો છે.ત્યારે દરરોજ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.આમ છેલ્લા 24 કલાકમાં કોરોના કેસના 1.31 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે,જ્યારે 800થી વધુ લોકોના મોત થયા છે.જે અત્યારસુધીનો સૌથી મોટો આંકડો છે.ત્યારે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 10 લાખ તરફ આગળ વધી રહી છે.જ્યારે વર્તમાન સમયમાં આ આંકડો 9.74 લાખ જેટલો છે.આમ દિલ્હી,મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તરપ્રદેશની સ્થિતિ પણ બેકાબૂ બની રહી છે.ત્યારે ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં 8,000થી વધુ કેસ નોંધાયા હતા.જે અત્યારસુધીનો સૌથી મોટો આંકડો છે.