લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / દેશમાં કોરોનાની લહેરથી ટ્રાન્સપોર્ટ ઉધોગ પર વ્યાપક અસરો જોવા મળી

દેશમાં કોરોનાની લહેર વચ્ચે કેટલાંક રાજયોએ વિક એન્ડ લોકડાઉન અને નાઈટ કરફયુ સહીતના નિયંત્રણાત્મક પગલા લીધા છે.જેની ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ઘણી ગંભીર અસરો થઈ છે.જેમાં એપ્રિલ મહિનામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને 2.4 અબજ ડોલર એટલે કે રૂ.17,800 કરોડનો ફટકો પડવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.આ સિવાય દેશના અર્થતંત્ર તથા જીડીપી વિકાસ દરને પણ અસર થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.આમ ભારતમાં ટ્રાન્સપોર્ટ પરિવહન વાર્ષિક 150 અબજ ડોલરનું ગણવામાં આવે છે.જેમાં દર મહિને 12 અબજ ડોલરનું પરિવહન થાય છે.જેમાં વર્તમાન સમયમાં 15 થી 20 ટકા અસર જોવા મળે છે.પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજયોમાં વિક એન્ડ લોકડાઉનને કારણે અસર વધુ તિવ્ર થઈ શકે તેમ છે.