લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં 5 રાજયોની ચૂંટણી તારીખોની જાહેરાત થવાની શક્યતા,જેમાં એક રાજયમા ભાજપની સરકાર

ચૂંટણીપંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી આગામી 5 રાજયોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા જણાઈ રહી છે.જે રાજ્યોમાં પશ્ચિમબંગાળ,તામિલનાડુ,આસામ,કેરલ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરી નો સમાવેશ થાય છે.આમ ચૂંટણી યોજાનાર રાજ્યોમાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે.

પશ્ચિમ બંગાળ રાજયમાં 294 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે
જે રાજ્યમાં વર્તમાન સમયમાં તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે.જે વર્ષ 2016ની ચૂંટણીમાં ટી.એમ.સીએ 211 બેઠકો જીતી હતી.જ્યારે ડાબેરી અને કોંગ્રેસનું ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું.આમ રાજ્યમા સમગ્ર તાકાત લગાવી રહેલા ભાજપને માત્ર 3 સીટો જ મેળવી શક્યું હતું.જ્યારે અન્યના ખાતામાં 4 બેઠક આવી હતી.આમ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 42 માંથી 28 સીટો જીતી હતી.ત્યારે આ વખતે ચૂંટણીમાં ટી.એમ.સી,ભાજપ થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસ,ડાબેરીઓ અને ભારતીય સેક્યુલર મોરચા વચ્ચેનું જોડાણ નિશ્ચિત છે.

આસામમાં 126 બેઠકો પર ચૂંટણી યોજાશે.જેમાં વર્ષ 2016માં ભાજપની સરકાર બની હતી.જેને 86 બેઠકો મળી હતી.જ્યારે કોંગ્રેસને 26 બેઠકો અને એ.આઈ.યુ.ડી.એફને 13 બેઠકો મળી હતી.તેમજ અન્યને 1 બેઠક મળી હતી.

તામિલનાડુમાં 234 વિધાનસભા બેઠક છે.જેમાં 134 બેઠકો જીતીને એ.આઈ.એ.ડી.એમ.કે ગઠબંધને સરકાર બનાવી હતી.જ્યારે ડી.એમ.કે અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી.

કેરળમાં 140 બેઠકો પર સંગ્રામ
દેશમાં લેફ્ટનો છેલ્લો ગઢ બનેલા કેરળમાં 140 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.જ્યાં લેફ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસનાં ગઠબંધનની સરકાર છે. લેફ્ટની 91 અને કોંગ્રેસની 47 બેઠક છે. ભાજપ અને અન્યના ખાતામાં 1-1 બેઠક છે.

પુડ્ડુચેરીમાં 30 વિધાનસભા બેઠકો છે.જે વિધાનસભામાં 3 નામાંકિત સભ્યો છે.આમ આ રાજ્યમાં અત્યારસુધી કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી, પરંતુ ગયા અઠવાડિયે ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી.જે કારણે સરકાર પડી ગઈ હતી.જેના કારણે મુખ્યમંત્રી નારાયણસામીને રાજીનામું આપવું પડ્યું હતું. આમ વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગું છે.આમ વર્ષ 2016માં કોંગ્રેસે 19 બેઠકો જીતી હતી. એ.આઇ.એન.આર.સી અને એ.આઈ.એ.ડી.એમ.કે એ 4-4 બેઠક જીતી હતી.