લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં પ્રથમવાર દિલ્હી ફાયર સર્વિસમાં બે રોબોટની ભરતી કરવામા આવી

દિલ્હી ફાયર સર્વિસમાં બે રોબોટ આગ ઓલવાનું કામ કરશે.આ સિવાય કટોકટીની પળોમાં ફાયર ફાઈટર્સ આગમાં સપડાઈ જશે તો આ રોબોટ્સ તેમનો જીવ બચાવવામાં પણ મદદરૂપ બનશે.આર્ટિફિશિયલ ઈન્ટિલેજન્સ આધારિત રોબોટ્સ ઓઈલ ટેન્ક જેવા જોખમી સ્થળોએ પણ પહોંચવા માટે સક્ષમ છે.દિલ્હી રાજ્ય સરકારે ફાયર યુનિટને બે રોબોટ્સ ફાળવી આપ્યા છે.આમ રિમોર્ટ કંટ્રોલથી ચાલતા રોબોટ્સ ગમે તેવી વિષમ સ્થિતિમાં આગ ઠારવા સક્ષમ છે. આ રોબોટ તેમની આસપાસ 100 મીટરનો વિસ્તાર કવર કરી શકશે.આ ફાયર ફાઈટર રોબોટ ગંભીર સ્થિતિમાં ફાયર ફાઈટર્સનો જીવ બચાવવામાં પણ ભૂમિકા ભજવશે.જે બેઝમેન્ટથી લઈને જંગલ,વેરહાઉસ,સાંકળી ગલી સહિતના તમામ સ્થળોએ રોબોટ્સને મોકલી શકાશે.