લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ભારતમાં વધુ વેરા નાખવા સામે નાણામંત્રીને ચેતવણી અપાઈ

કેન્દ્રીય બજેટના શરૂ થયેલા કાઉન્ટડાઉન વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમને દેશના લોકોમાં જે મોટી આશા સર્જી છે પણ સરકાર તે પુરી કરવા માટે આવક કઈ રીતે ઉભી કરશે તે એક પ્રશ્ર્ન છે.તે વચ્ચે દેશના અર્થશાસ્ત્રીઓએ હાલના કરવેરા માળખામાં કોઈ નવો ટેક્ષ કે કરવેરાના દરમાં વધારો કરવો એ અર્થતંત્રની રીકવરી સામે સૌથી મોટુ વિધ્ન બની જશે તેવી ચેતવણી આપી છે.ત્યારે વૈશ્વિક એજન્સી નોમુરાના અર્થશાસ્ત્રી સોનલ વર્માએ મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું છે કે આકરા લોકડાઉનમાંથી અર્થતંત્ર હજુ બહાર નીકળ્યું નથી.તે વચ્ચે સરકાર કોવિડ ટેક્ષ કે કોઈ નવા ટેક્ષ લાદવાનું વિચારતી હોય તો તે ભૂલ ભરેલુ સાબીત થશે.

આ ઉપરાંત નાણામંત્રી ઈકોનોમીક એજન્સી બ્લુમબર્ગના અર્થશાસ્ત્રી અભિષેક ગુપ્તાએ પણ મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે કોઈ નવો ટેક્ષ લાવી દેશમાં વિદેશી સહીતના મૂડીરોકાણને પણ અવરોધશે.તેઓએ કહ્યું કે ભારત એ વિશ્વમાં સૌથી ઉંચો 42.7%નો પર્સનલ ટેક્ષ દર ધરાવે છે.જેમાં 30%ના મૂળ આવકવેરા ઉપરાંત સેસ અને સરચાર્જનો પણ સમાવેશ થાય છે.આ સમયે નાણામંત્રી આવક માટે સુપર ટીમ પર ટેક્ષ વધારે કે પછી વેલ્થટેક્ષ પાછો લાવે તો તેનાથી ભારતમાં રોકાણ માટે તે પ્રોત્સાહીત હશે.આમ સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ અને અન્ય ઉપાયોથી જ નાણા ઉભા કરવા જોઈશે.

જોકે અર્થશાસ્ત્રીઓ સ્વીકારે છે કે સરકાર જ ફિસ્કલ ડિપોઝીટ જીડીપીના 6.8% છે.જે સરકારના અંદાજ કરતા બેવડી છે પણ અંદાજ 8%નો હતો જેનાથી ઓછી રહી છે જે દર્શાવે છે કે આશા કરતા આર્થિક રીકવરી ઝડપી છે અને હાલની સ્થિતિ જાળવી રાખવાથી સરકારની આવક વધશે અને લોકો વધુ ખર્ચ કરશે.આમ કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે દેશમાં 4.8 લાખ કરોડનો મૂડી ખર્ચ આગામી નાણાકીય વર્ષ 2022 સુધીમાં થશે.ભારતનું અર્થતંત્ર જે સ્થિતિમાં પહોંચી ગયું છે તેથી હવે તેના રેટીંગ-ડાઉનગ્રેડ થવાની શકયતા નથી પણ સરકારે મહત્વપૂર્ણ રીતે બેલેન્સ જાળવવું જરૂરી છે.ટેક્ષ કલેકશનને વધુ મજબૂત બનાવીને તે આગળ વધી શકે છે.