લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં રાજસ્થાન બાદ મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલનો ભાવ રૂ.100ને પાર પહોચ્યો

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે આજે 10માં દિવસે પણ ઓઈલ કંપનીઓએ ભાવ વધારી દીધો છે.આમ હવે રાજસ્થાન પછી મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપિયાની પાર નીકળી ગયો છે.મધ્યપ્રદેશના અનૂપપુરમાં પણ પેટ્રોલ 100.40 રૂપિયા પ્રતિલિટર વેચાઈ રહ્યું છે.આમ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પણ પેટ્રોલનો ભાવ 99.90 રૂપિયા હતો.આ સિવાય દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયા લિટરની નજીક પહોંચી ગયા છે.

આમ આ મહિનામા 14 દિવસોમાં 12મી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે.આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 3.58 રૂપિયા અને ડીઝલ 3.79 રૂપિયા મોંઘુ થયું છે.આમ આ વર્ષે અત્યારસુધીમાં પેટ્રોલ 6.17 રૂપિયા અને ડીઝલ 6.50 રૂપિયા પ્રતિલિટર મોંઘુ થયું છે.આમ ભારત અને ચીન સહિત એશિયન દેશમાં કાચા તેલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.