લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં 18 દિવસ પછી ભાવવધારો કરવામાં આવ્યો

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો જાહેર થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.જેમાં સરકારી ઓઈલ કંપનીઓએ 18 દિવસ પછી પેટ્રોલમાં 15 પૈસા જ્યારે ડીઝલમાં 18 પૈસાનો વધારો કર્યો છે.ત્યારે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલીટર રૂ.90.55 થયું છે,જ્યારે ડીઝલનો ભાવ પ્રતિલીટર રૂ.80.91 થયો છે.અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર રૂ.87.69 થયો છે,જ્યારે ડીઝલનો ભાવ પ્રતિલીટર રૂ.87.13 થયો છે.આમ ભારતમાં કોરોનાના કેસ વધવાની ચિંતાએ પેટ્રોલ-ડીઝલની માગમાં ઘટાડા છતાં અમેરિકાની માગમાં સુધારા અને ડોલરમાં નરમાઈને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.