લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના અનેક રાજ્યોમાં ચોખાના ભાવમા વધારો થયો

દેશના અનેક રાજ્યોમાં ચોખાના ભાવ મોંઘા થયા છે.જેમા યુપી,બિહાર અને પશ્ચિમ બંગાળમાં ચોખાના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થયો છે.આમ બાંગ્લાદેશે વર્તમાનમા ચોખા પરની આયાત ડ્યુટીમા ભારે ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.બાંગ્લાદેશે તાજેતરમાં ચોખા પરની આયાત ડ્યૂટી અને ટેરિફ 62.5 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધી છે.આ અગાઉ ભારતે ગયા મહિને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો,જેના કારણે નિકાસકારોએ લોટની નિકાસ વધારી દીધી હતી.જેમા બાસમતી ચોખાના ભાવમાં વધારો થશે.બાસમતી ચોખાની સૌથી ઓછી ગુણવત્તા રૂ.1509 પ્રતિ ક્વિન્ટલ છે.જેનો રેટ આ વખતે રૂ.3000 પ્રતિ ક્વિન્ટલથી ઉપર જોવા મળે છે.

આમ રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોમાં અનાજની અછત સર્જાઈ છે.આ સિવાય બાંગ્લાદેશમાં પૂરના કારણે ડાંગરના પાકને પણ ઘણું નુકસાન થયું છે.જેના કારણે બાંગ્લાદેશ શક્ય તેટલી વહેલી તકે ચોખાની આયાત કરવા માંગે છે.છેલ્લા 4 થી 5 દિવસમાં ભારતીય નોન-બાસમતી ચોખાની કિંમત 350 ડોલર પ્રતિ ટનથી વધીને 360 ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે.