લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં ચાનું ઉત્પાદન પ્રથમ બે મહિનામાં 10 ટકા જેટલું વધ્યું

દેશમાં ચાલુ વર્ષના પ્રથમ બે મહિનાના સમયગાળા દરમ્યાન ચાના ઉત્પાદનમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે.જેમાં ભારતીય ટી બોર્ડના આંકડાઓ મુજબ જાન્યુઆરી થી ફેબ્રુઆરી દરમ્યાન ચાના ઉત્પાદનમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો થયો છે.આમ ફેબ્રુઆરી મહિનામાં ચાના ઉત્પાદનમાં 20.22 ટકાનો વધારો થઈને 174.8 લાખ કિલોનું થયું છે.જે ગત વર્ષે 154.4 લાખ કિલોનું હતું.આ સિવાય સાઉથ ઈન્ડિયાના ચાના ઉત્પાદનમાં 15.04 ટકા અને ઉતર ભારતમાં 75.81 ટકાનો વધારો થયો છે.દેશમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાનું સંયુક્ત ઉત્પાદન 335.3 લાખ કિલો થયું છે,જે ગત વર્ષે 306 લાખ કિલોનું થયું હતું.આમ ઉત્પાદનમાં 9.58 ટકા સાથે 29.3 લાખ કિલોનો વધારો થયો છે.