લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોવેક્સિનની ટ્રાયલ 2 થી 18 વર્ષની ઉંમરના લોકો પર કરવામાં આવશે

કોરોના સામે વધુ એક પગલું ભરવામાં આવ્યું છે.જેમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારત બાયોટેકની કોવેક્સિનને 2 થી 18 વર્ષની ઉંમરના બાળકો પર ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.જેમાં કોરોના વેક્સિનનું મોનિટરીંગ કરતી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ આ માટે ટ્રાયલની ભલામણ કરી હતી.આમ ભારત બાયોટેક 525 વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરશે.જેમાં 2 થી 18 વર્ષની ઉંમરના બાળકો પર કરવામાં આવનાર કોવેક્સિનનું ફેઝ-2 અને ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ હશે.જે ટ્રાયલ દરમિયાન વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવશે.