લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોવેક્સિનના બુસ્ટર ડોઝને ક્લીનિકલ ટ્રાયલ માટે કેન્દ્રની મંજૂરી મળી

કોરોનાથી સંપૂર્ણપણે બચવા માટે વેક્સિનનો ત્રીજો ડોઝ લેવો જરૂરી બની શકે છે.જેને બુસ્ટર ડોઝ નામ આપવામાં આવ્યું છે અને તે શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ અનેક ગણું વધારી શકે છે.જેના કારણે લાંબાસમય સુધી શરીરમાંથી એન્ટીબોડી ઓછા નહીં થાય.ત્યારે કેન્દ્રના નિષ્ણાંતોની ટીમે બુસ્ટર ડોઝને ક્લીનિકલ ટ્રાયલ માટેની મંજૂરી આપી દીધી છે.આમ હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેકના વૈજ્ઞાનિકોએ આ માટેનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.આમ 28 દિવસના અંતરમાં કોવેક્સિનના બે ડોઝ લીધા બાદ જ વેક્સિન કોર્સ પૂરો થાય છે.પરંતુ કેટલાક અભ્યાસમાં થયેલા દાવા મુજબ શરીરમાં 3 થી 6 મહિના સુધી એન્ટીબોડી રહે છે.આ સંજોગોમાં લાંબાસમય સુધી એન્ટીબોડી માટે બુસ્ટર ડોઝ જરૂરી છે.

ભારત બાયોટેકના પરીક્ષણમાં સામેલ લોકોને 6 મહિના સુધી ફોલોઅપ લેવાનું કહ્યું છે.જેમાં આ અભ્યાસ સકારાત્મક રહેશે તો આગામી દિવસોમાં બુસ્ટર ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે.