કોવિશિલ્ડ વેક્સિન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આજે રાજ્ય સરકારો તેમજ ખાનગી હોસ્પિટલો માટે પોતાના ભાવની યાદી જાહેર કરી છે.જેમાં ખાનગી હોસ્પિટલોને એક ડોઝના રૂ.600,જ્યારે રાજ્ય સરકારને એક ડોઝ રૂ.400ના ભાવે આપવામાં આવશે.
આમ ભારત સરકારે વર્તમાન સમયમાં જ વેક્સિનેશનના આગામી તબક્કાની જાહેરાત કરી છે.ત્યારે આ તબક્કામાં રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલ સીધી જ વેક્સિન નિર્માતા પાસેથી વેક્સિનની ખરીદી શકશે.જ્યારે અત્યારસુધી કેન્દ્ર સરકાર જ વેક્સિન ખરીદતી હતી અને વિવિધ રાજ્યોને વહેંચતી હતી.આમ કેન્દ્ર સરકાર મુજબ અત્યારે પણ 50 ટકા વેક્સિન કેન્દ્ર સરકારને મળશે,જ્યારે બાકીની 50 ટકા રાજ્ય સરકારો સીધી જ વેક્સિન નિર્માતાઓ પાસેથી લઇ શકશે.
આમ સીરમ ઇન્સ્ટીટ્યૂટનો દાવો છે કે તેમની વેક્સિન વિદેશી વેક્સિનની સરખામણીએ ઘણી સસ્તી છે.જેમાં અત્યારસુધી ભારત સરકારને સીરમ ઇન્સ્ટીટ્યૂટ પાસેથી રૂ.200 પ્રતિ ડોઝ પ્રમાણે વેક્સિન મળી રહી હતી.જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં તે વેક્સિન મફતમાં આપવામાં આવી રહી હતી,જ્યારે ખાનગી સેન્ટર માટે રૂ.200 પ્રતિ ડોઝનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved