લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સી.પી.એમ મહાસચિવ સીતારામ યેચુરીના પુત્રનું કોરોનાથી અવસાન થયું

કોરોનાની બીજી લહેરમાં મૃતકઆંક વધી રહ્યો છે.ત્યારે સીપીઆઈ (એમ)ના નેતા સીતારામ યેચુરીના મોટા દીકરા આશીષ યેચુરીનું 34 વર્ષની ઉંમરે કોરોનાના કારણે અવસાન થયું છે.આમ આશીષ યેચુરી છેલ્લા કેટલાય દિવસથી કોરોના સામે લડત આપી રહ્યા હતા અને ગુરૂવારે સવારે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.આમ બે સપ્તાહ પહેલા આશીષને દિલ્હીની હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેમની તબિયત વધુ લથડતા મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.