લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતની મદદ માટે રૂ.37 લાખ ફાળવ્યા

કોરોનાની બીજી લહેરના કારણે દેશ વર્તમાન સમયમાં આરોગ્યલક્ષી સમસ્યાનો સામનો કરી રહ્યો છે.ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ દેશની મદદ માટે આગળ આવ્યું છે.જેમા તેણે આ મહામારીનો સામનો કરવા માટે ભારતને 50 હજાર ડોલર એટલે કે રૂ.37 લાખની સહાયતા કરવાનો નિર્ણય લીધો છે.આમ આ પહેલા પેટ કમિન્સે 50 હજાર ડોલર ડોનેટ કર્યા હતા.આ સિવાય બ્રેટલીએ પણ ભારતમાં ઓક્સિજનની અછત ન સર્જાય તેના માટે રૂ.40 લાખ ડોનેટ કર્યા હતા.

આ મહામારીના પગલે આઇ.પી.એલ 2021માંથી 3 ક્રિકેટરોએ સીઝનને અધવચ્ચેથી છોડી દીધી હતી.જેમાં રવિચન્દ્રન અશ્વિન,કેન રિચર્ડસન અને એડમ ઝેમ્પાનો સમાવેશ થાય છે.આમ હાર્દિક પંડ્યાના પરિવારે 200 ઓક્સિજન કન્સન્ટ્રેટર નાના ગામમાં પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા સચિન તેંડુલકરે 1 કરોડ રૂપિયા,શિખર ધવને 20 લાખ તથા મેચમાં જીતેલી ધનરાશિ દાનમાં આપવાનો નિર્ણય કર્યો હતો.જયદેવ ઉનડકટે આઇપીએલની આવકનો 10 ટકા ભાગ દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે.જ્યારે દિલ્હી કેપિટલ્સની ફ્રેન્ચાઈઝીએ રૂ.2.50 કરોડ દાનમાં આપ્યા છે.