લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ક્રિકેટરો બાદ અમ્પાયરો પણ આઇ.પી.એલમાથી પરત ફરી રહ્યા છે

કોરોનાના વધતાં કેસોને લઈ આઇ.પી.એલમાથી એક ભારતીય અને ચાર વિદેશી સહિત પાંચથી વધુ ખેલાડીઓ ટૂર્નામેન્ટને છોડી ચૂક્યા છે.ત્યારે હવે ખેલાડીઓની સાથે સાથે અમ્પાયરોને પણ કોરોનાનો ડર સતાવી રહ્યો છે.આમ અમ્પાયર નીતિન મેનન અને પોલ રાયફલે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.આમ નીતિન મેનનનો સમગ્ર પરિવાર કોરોનાગ્રસ્ત થઈ ગયો હોવાથી તેમની ચિંતામાં વધારો થયો છે.જેના કારણે તેમણે આગળની મેચોમાં અમ્પાયરિંગ નહીં કરીને ઘેર પરત ફરવાનો નિર્ણય લીધો છે.આમ મેનન ઉપરાંત વિદેશી અમ્પાયર પોલ રાયફલે પણ ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચી લીધું છે.જેમાં રાયફલને ડર સતાવી રહ્યો છે કે ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ લાંબાસમય સુધી બંધ રહેશે તો તેઓ પરત જઈ શકશે નહીં અને ભારતમાં જ રોકાણ કરવું પડશે.

આમ ખેલાડીઓની જો વાત કરવામાં આવે તો તેમાં ભારતીય ટીમના દિલ્હી વતી રમી રહેલા આર.અશ્વિને ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચી લીધું છે.આ ઉપરાંત વિદેશી ખેલાડીઓમાં એન્ડ્રુ ટાઈ,એડમ ઝેમ્પા,લિયામ લિવિંગસ્ટોન અને કેન રિચર્ડસને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે.