લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ક્રુડતેલ આગામી મે માસથી સસ્તુ થશે,ઓપેક ઉત્પાદન વધારવા તૈયાર

દેશમા વર્તમાન સમયમાં ચૂંટણીના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે.પરંતુ આગામી જૂન માસથી હાલ આસમાને પહોંચી ગયેલા ઈંધણના ભાવમાં રાહતની શકયતા જોવા મળી રહી છે.ત્યારે વૈશ્વિક કક્ષાએ ક્રુડ ઓઈલના અર્થતંત્ર પર પ્રભાવ પાડતા ઓઈલ ઉત્પાદક દેશો દ્વારા આગામી મે માસથી ક્રુડતેલનું ઉત્પાદન વધારવાની સંમતી આપવામાં આવી છે.ત્યારે આ નિર્ણય પાછળ અમેરિકાનું દબાણ કામ કરી ગયુ છે અને બાઈડન તંત્રએ ઈંધણના ભાવ વ્યાજબી સપાટીએ રાખવા માટે ઓપેક દેશોને જણાવતા હવે હાલ જે ઉત્પાદન પર કાપ છે તે તબકકાવાર ઘટાડી આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ ક્રુડતેલ ઠાલવવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે ભાવ ઘટશે.આમ ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે ક્રુડતેલની માંગ ઘટતા ઓપેક રાષ્ટ્રોએ ઉત્પાદનમાં કાપ મુકીને ભાવ ઘટાડાને રોકવાનો વ્યુહ અમલમાં મુકયો છે.જેમાં સાઉદી અરેબીયા સહિતના દેશોએ રોજ 3.50 લાખ ટન બેરલનું ઉત્પાદન ઘટાડી દીધું હતું.જે મે માસમાં ફરી આ જ ઉત્પાદન વધારાશે અને જુલાઈમાં તે ઉત્પાદન 4 લાખ ટન પ્રતિદીનનો વધારો કરીને ભાવ સપાટી નીચી લાવવા પ્રવૃતિ કરાશે.

આમ સાઉદી અરેબીયા દરરોજ 10 લાખ બેરલનું ઉત્પાદન કાપમાં કેટલું ઉત્પાદન વધારશે તે નિશ્ચિંત નથી.જે કાપ ઓપેકના કાપ કરતા પણ વધારાનો હતો.હાલ ભારત માટેની બાસ્કેટમાં બ્રેન્ટ ક્રુડ 62 ડોલર પ્રતિ બેરલની સપાટીએ છે જે આ વર્ષના પ્રારંભ કરતા 20% ઉચા છે.આમ અમેરિકાના પ્રમુખ બાઈડને હાલમાં દેશમાં નવા એનર્જી સેક્રેટરી તરીકે જેનીફર ગ્રાનહોલ્મને નિમ્યા હતા અને તેઓએ સાઉદીના ઉર્જામંત્રી પ્રિન્સ અબદલાઝીસ બિન સાલેમાન સાથે વાતચીત કર્યા બાદ ઓપેક દેશો ઉત્પાદન વધારવા સંમત થયા છે.