લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / કોરોનાના વધતાં કહેર વચ્ચે આઇ.પી.એલ રદ્દ કરી

કોરોના વાયરસના વધી રહેલા કહેર વચ્ચે આઇપીએલ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં છેલ્લા કેટલાક દિવસોથી આઇપીએલની કેટલીક ટીમની અંદર કોરોનાના કેસો સામે આવી રહ્યા હતા.ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં દિલ્હી કેપિટલ્સના ખેલાડી અમિત મિશ્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ઋદ્ધિમાન સહા પણ કોરોના પોઝિટવ થયા હતા.આ સિવાય કોલકાતાના બે ખેલાડીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.ત્યારે ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ પણ આઇપીએલ છોડી ચુક્યા છે.