ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાઓની નવ મહિનાથી ચાલી રહેલી જંગી વેચવાલી,વૈશ્વિક અર્થતંત્ર ઉપર ઘેરાય રહેલા મંદીના વાદળો વચ્ચે આજે ડોલર સામે રૂપિયો 20 પૈસા તૂટી 78.57ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે.જેના કારણે ભારતીય વેપાર ખાધ ઊંચી આયાત સામે ઓછી નિકાસ વિક્રમી સ્તરે છે,જેની અસર પણ રૂપિયા ઉપર છેલ્લા ત્રણ મહિનાથી જોવા મળી રહી છે,જેમા રૂપિયો જેમ નબળો પડતા આયાત મોંઘી થાય છે અને તેના કારણે ભારત ઉપર આયાતી ફુગાવાની શક્યતા પણ વધી છે.ભારત ક્રૂડ ઓઇલ,કોપર,ખાદ્યતેલ જેવી ચીજોની આયાત કરે છે.યુરોપ અને અમેરિકામાં જે રીતે મોંઘવારી વધી રહી છે તેનાથી વ્યાજના દર વધી રહ્યા છે. ઊંચા વ્યાજદરથી મંદી આવશે એવી ચિંતામાં રોકડ તરફ ઝોક વધી રહ્યો હોવાથી ડોલર મજબૂત છે.જો અર્થતંત્રનો વિકાસ ચાલુ રહેશે,ફુગાવો ઘટશે અને વ્યાજ નહિ વધે એવા સંકેત મળે તો ડોલર નરમ પડશે.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved