દેશમાં પ્રી-મોન્સુન એકટીવીટી શરૂ થઈ છે.ત્યારે એકતરફ અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી આગળ વધી રહ્યું છે.ત્યારે બીજીતરફ દક્ષિણ પૂર્વ અરેબીયન સમુદ્રમાં તથા તેની આસપાસ લક્ષ્યદ્વીપમાં વાવાઝોડું મજબૂત બનતા તેની અસર કેરળમા આજે અને આવતીકાલે એમ બે દિવસ ચોમાસા પૂર્વેનો ભારે વરસાદ પડી શકે છે.આમ રાષ્ટ્રીય હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર દક્ષિણ પૂર્વ અરેબીયન સમુદ્ર તેમજ લક્ષ્યદ્વીપ નજીક જે નીચા દબાણની સ્થિતિ બની છે.જે આગામી 16 તારીખ સુધીમાં વધુ મજબૂત બનીને વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.આમ આવતીકાલથી આ ક્ષેત્રમાં પવનની ગતિ 40-50 કીમીની તેમજ તા.15ને સાંજ સુધીમાં 70 કીમી પ્રતિકલાક થઈ શકે છે જે વધીને તા.16 સુધીમા 80 કી.મી. પ્રતિકલાક નોંધાશે.જેના કારણે કેરાલાના દરિયાકિનારાના ક્ષેત્રમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved