લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ રૂ.470 જ્યારે ડીઝલનો ભાવ રૂ.460 થયો

આર્થિક કટોકટીની વચ્ચે શ્રીલંકામાં બે મહિનામાં ત્રણવાર ઇંધણની કીંમતોમા વૃદ્ધિ કરી મોંધવારીની મારનો સામનો કરી રહેલા દેશની પ્રજા પર વધુ બોજ નાખી દીધો છે.જેમા સરકારે પેટ્રોલના ભાવમાં રૂ.50 જ્યારે ડીઝલમાં રૂ.60નો વધારો કર્યો છે,આ સાથે શ્રીલંકામા પેટ્રોલનો ભાવ વધીને રૂ.470 અને ડીઝલનો ભાવ વધીને રૂ.460 થઇ ગયો છે. ણા દરમિયાન ઇંધણની અછતને કારણે આગામી સપ્તાહ સુધી મર્યાદિત પેટ્રોલ પંપો પર જ ઇંધણનો પુરવઠો ઉપલબ્ધ રહે છે.આમ 19 એપ્રિલથી અત્યારસુધીમાં ઇંધણના ભાવમાં ત્રીજીવાર વધારો કરવામાં આવ્યો છે.છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકામાં ઇંધણની અછત છે.ત્યારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામા પરિવહન વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે.આ સિવાય સરકારી કર્મચારીઓને વર્કફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યો છે.