લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / દિલ્હી કેપિટલ્સની કમાન ઋષભ પંતને સોપાઈ- શ્રેયસ અય્યર બહાર થયો

ભારતીય ટીમના બેટસમેન અને વિકેટકિપર ઋષભ પંત કેપ્ટન બની ગયો છે.જેમાં પંતને દિલ્હી કેપિટલ્સે આઈ.પી.એલ-2021માં ટીમની કમાન સોંપી છે.જેમાં શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયા બાદ પંતને જવાબદારી સોંપવામાં આવી છે.શ્રેયસ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.આમ દિલ્હી કેપિટલ્સ પાસે કેપ્ટનશીપ માટે અનેક દિગ્ગજ ખેલાડીઓ ઉપલબ્ધ હતા.જે ખેલાડીઓમાં આર.અશ્ર્વિન, અજિંક્ય રહાણે,શિખર ધવન અને સ્ટિવ સ્મિથ છે.

ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનો 12મો કેપ્ટન બનશે.આ પહેલાં વીરેન્દ્ર સેહવાગ,ગૌતમ ગંભીર,દિનેશ કાર્તિક,જેમ્સ હોપ્સ,મહેલા જયવર્ધને,ડેવિડ વોર્નર,કેવિન પીટરસન ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે.આ ઉપરાંત જે.પી.ડયુમિનિ,ઝહીર ખાન,કરુણ નાયર અને શ્રેયસ અય્યરે પણ ટીમની કમાન સંભાળી છે.

આમ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટીંગે જણાવ્યુ હતું કે પંતનું ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ શ્રેણી સામે દમદાર પ્રદર્શન જોઈને તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંત માટે આ એક અદ્ભુત તક છે કેમ કે અત્યારે તે આત્મવિશ્વાસથી ભરપૂર છે.