લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરતના વરાછામાં રોડ-શો કરશે

દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે કાલે સવારે 8:00 કલાકે સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચશે ત્યાં આપ પાર્ટીના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ બપોરે 3:00 કલાકે સુરત વરાછા મીની બજારથી સરથાણા જકાતનાકા સુધી રોડ-શો યોજી જાહેરસભાને સંબોધન કરશે.આમ રોડ શોમાં મિનિબજાર,હિરાબાગ,રચના સર્કલ,કારગીલ ચોક,કિરણ ચોક,યોગી ચોક,સીમાડા નાકા,સરથાણા જકાતનાકા સુધી સુરતની જનતાનું અભિવાદન ઝીલશે. ત્યારબાદ જાહેરસભાને સંબોધી સાંજે 7 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.