લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓક્સિજન કન્સન્ટ્રેટર બેંકની જાહેરાત કરી

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે.ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ધીમેધીમે કોરોના ઓછો થઇ રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ ઘટીને 6500 સુધી આવ્યા છે.આમ સંક્રમણનો દર પણ ઘટી 11 ટકા થયો છે.આમ તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આપણા ડોક્ટર્સ,એન્જિનિયર્સ અને કામદારોએ 15 દિવસમાં 1000 આઇસીયુ બેડ તૈયાર કર્યા જે એક ઉદાહરણ છે.આમ આ સાથે કેજરીવાલે જાહેરાત કરી છે કે આજથી ઓક્સિજન કન્સન્ટ્રેટર બેંક શરૂ કરી રહ્યાં છીએ.જે દિલ્હીના દરેક જિલ્લામા 200-200 ઓક્સિજન કન્સન્ટ્રેટરની બેંક બનાવી છે એવા દર્દી જે હોમ આઇસોલેશનમાં છે.જો તેમને ઓક્સિજનની જરૂર પડશે તો અમારી ટીમ 2 કલાકમાં તેમના ઘરે ઓક્સિજન કન્સન્ટ્રેટર પહોંચાડશે.આ સિવાય તેમણે કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિને કોરોના છે પરંતુ તે કોઇ કારણસર અમારા હોમ આઇસોલેશનનો ભાગ નથી તો તે 1031 પર ફોન કરી હોમઆઇસોલેશનનો ભાગ બની શકે છે અને ઓક્સિજન કન્સન્ટ્રેટરની માંગ કરી શકે છે. અમારા ડોક્ટર્સની ટીમ તે નક્કી કરશે કે ઓક્સિજન કન્સન્ટ્રેટરની જરૂર છે કે નહી.