લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અરવિંદ કેજરીવાલે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને પત્ર લખી ઓક્સિજન સપ્લાયમાં મદદ માંગી

દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે.ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓક્સિજનની અછતને લઇને દેશના મોટા ઉદ્યોગપતિઓને પત્ર લખ્યો છે.જેમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સહિત અન્ય મોટા ઉદ્યગપતિઓ છે.જેમને પત્રમાં કહ્યું છે કે જો તેમની પાસે ઓક્સિજન અથવા તો ટેંકર હોય તો દિલ્હી સરકારની મદદ કરો.તેમણે કહ્યું કે તમારાથી જે સહયોગ થઇ શકે તે કરો.આમ કેજરીવાલે જે લોકોને પત્ર લખ્યો છે તેમાં મુકેશ અંબાણી,રતન ટાટા,આદિત્ય બિરલા,રાહુલ બજાજ,આનંદ મહિન્દ્રા,હિંદુજા બ્રધર્સ સહિતના ઘણા ઉદ્યોગપતિઓ છે.આ સિવાય પત્ર લખીને કેજરીવાલે આ લોકો પાસે ઓક્સિજનની સપ્લાઇને લઇને પણ મદદ માંગી છે.

આમ દિલ્હી છેલ્લા 10 દિવસથી ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યું છે ત્યારે લોકો ઓક્સિજનની અછતના કારણે હોસ્પિટલોમાં મરી રહ્યા છે.જ્યારે બીજીતરફ કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ઓક્સિજનને લઇને રાજનીતિ ચાલી રહી છે.આમ દિલ્હીમાં ઓક્સિજન માટેનો કોઇ પ્લાંટ નથી.જેના કારણે બધો ઓક્સિજન બહારથી લાવવો પડે છે.