લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અરવિંદ કેજરીવાલની જાહેરાત દિલ્હીમાં ફ્રીમાં વેક્સિન મળશે

દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા કોરોનાના સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમા મુખ્યમંત્રીએ દિલ્હીમાં 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.જેમાં તેમના કહેવા મુજબ રાજ્ય સરકારે 1.34 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે અને 1 મેથી દિલ્હીમા વેક્સિનેશનનું કામ કરવામાં આવશે.આ સિવાય કેજરીવાલે વેક્સિન ઉત્પાદકોને વિનંતી કરતા કહ્યું હતું કે કેન્દ્ર, રાજ્ય અને ખાનગી હોસ્પિટલોને સરખી કિંમતે વેક્સિન મળવી જોઈએ.