લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી મહાનગરપાલિકાની પેટાચૂંટણી- આપની 4 બેઠક પર જીત,કોંગ્રેસને 1 બેઠક

દિલ્હી મહાનગરપાલિકાના પાંચ વોર્ડની પેટાચૂંટણીના પરિણામ સામે આવ્યા છે.જેમાં આદ આદમી પાર્ટીની 4 અને કોંગ્રેસની 1 સીટ પર જીત થઇ છે.જેમાં ત્રિલોકપુરી,શાલીમાર બાગ વોર્ડ,રોહિણી-સી અને કલ્યાણપુરી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે.જ્યારે પૂર્વ દિલ્હીની ચૌહાણ બાંગડ સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે.આ અગાઉ તમામ ચાર બેઠક આપ પાસે હતી,જ્યારે એક ભાજપ પાસે હતી.આમ પરિણામ બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હીની જનતાએ મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં ૫ માંથી ૪ બેઠક આપીને અરવિંદ કેજરીવાલની રાજનીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.