લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં નવા શિક્ષણ બોર્ડની રચના કરવાનો નિર્ણય- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરનારી આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિદં કેજરીવાલે દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનું એલાન કરતાં રાજ્યના પોતાના શિક્ષણ બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં દિલ્હીમાં વર્તમાન સમયમાં CBSE અને ICSEબોર્ડની જેમ દિલ્હી શિક્ષણ બોર્ડ પણ અસ્તિત્વમાં આવશે.જે બાબતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હી મંત્રીમંડળે શિક્ષણના નવા બોર્ડની સ્થાપના માટે મંજૂરી આપી દીધી હતી.

આમ નવા શિક્ષણ બોર્ડની રચના વર્તમાન શિક્ષણ બોર્ડથી તદન અલગ હશે,આ બોર્ડ વિષયોને સમજવા પર જોર આપશે.જેનો મુખ્ય ઉદેશ વ્યક્તિત્વના વિકાસનો રહેશે અને જેમાં બાળકોની પરીક્ષા 3 કલાકમાં નહીં પરંતુ સમગ્ર વર્ષમાં અભ્યાસ દરમિયાન સતત મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે.આમ દિલ્હીની તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ આગામી પાંચ વર્ષમાં નવા શિક્ષણ બોર્ડ હેઠળ આવી જશે.