લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી સર ગંગારામ હોસ્પિટલના 37 ડોક્ટર પોઝિટિવ આવ્યા,તમામે વેક્સિન લીધી હતી

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે.જેમાં દિલ્હી સરકારના તમામ પ્રયાસો હોવાછતાં મહામારી અનેક લોકોને ઝપેટમાં લઈ રહી છે.ત્યારે આ નવી લહેરમાં 37 ડોક્ટરોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.જેમાં સર ગંગારામ હોસ્પિટલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 37 ડોક્ટર સંક્રમિત થયા છે.આ ડોક્ટરોમાં મોટાભાગનાને સામાન્ય લક્ષણ છે.ત્યારે 32 ડોક્ટરો ક્વોરેન્ટાઇન છે અને 5ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જેમાં છેલ્લા એક વર્ષથી મહામારી દરમિયાન સર ગંગારામ હોસ્પિટલે કોરોનાની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવી છે.આમ પોઝિટિવ આવેલા ડોક્ટરોએ પણ વેક્સિન લીધી છે.